ઈન્ટિરિયર સ્ટાઈલ ગાઈડ

છૂપો બગીચો 

ભીડભર્યા રસ્તા અને ગગનચુંબી ઈમારતો વચ્ચે તમે વસવાટ કરો છો, પણ તમારા દિલને હંમેશા એક છૂપા બગીચાની ઝંખના હોય છે. દુનિયાની નજરથી દૂર એવો હર્યોભર્યો બગીચો હોય કે જે ફક્ત તમારો જ હોય.

છૂપો બગીચો 

બહારના વાતાવરણને ઘરની અંદર લઈ આવો. મોટી બારીઓમાંથી આવતા પ્રકાશને સૌમ્ય-ફીક્કા રંગે રંગેલી દીવાલો પ્રતિબિંબિત કરીને બહારના બગીચાનો નજારો દૃષ્ટિના કેન્દ્રમાં લાવે છે. અંદર અને બહાર વચ્ચે જાણે કે કોઈ દીવાલ જ નથી એવો આભાસ નિર્માણ થાય છે. આ રીતે રૂમની અંદર જ એક હર્યોભર્યો બગીચો હોવાનું અનુભવાય છે.

છૂપો બગીચો 

હવે બસ યોગ્ય રંગની પસંદગી કરો અને ઘરની બહાર હરિયાળીમાં અથવા તડકો ઝીલતી અગાસીમાં ભોજન કરવાનો આનંદ માણો.

NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો