વીઓસી એટલે શું? 

હાલમાં જ પેઈન્ટ કરવામાં આવેલા ઘરમાં એક વિશિષ્ટ પ્રકારની ગંધ તમે હંમેશા અનુભવી શકો છો. નવા પેઇન્ટ્સ વડે ઘર સુંદર બને છે, પણ તેની આડપેદાશ એટલે વીઓસી.

વીઓસી કાર્બન ધરાવતું સંયોજન છે જે ઝડપથી બાષ્પીભવન પામીને હવામાં પ્રસરી જાય છે. વીઓસીના કણ હવામાં પ્રવેશે છે ત્યારે અન્ય તત્વો સાથે મળીને પ્રતિક્રિયા કરે છે અને ઓઝોનનું નિર્માણ કરે છે, જેનાથી હવા પ્રદૂષિત થાય છે તથા ઘરમાં રહેતા લોકો માટે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ સર્જાય છે, જેમાં શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુઃખાવો, આંખમાં બળતરા, આંખમાં પાણી આવવું અને બેચેની જેવી બાબતોનો સમાવેશ થાય છે. કેટલાક પ્રકારના વીઓસીનો સંબંધ કેન્સર અને કિડની/લિવરને થતા નુકસાન સાથે પણ જોડાયેલો છે.

પેઇન્ટ સૂકાય ત્યારે આ હાનિકારક વીઓસી ઉચ્ચ પ્રમાણમાં હવામાં ભળે છે. સામાન્ય રીતે ઘરની અંદર વીઓસીનું સ્તર બહારના સ્તરની તુલનાએ ૧૦ ગણુ વધારે હોય છે, અને પેઇન્ટ થયાના તુરંત બાદ તેનું સ્તર ૧,૦૦૦ ગણા જેટલુ વધુ હોય છે. પેઇન્ટ થતો હોય તે દરમિયાન અને થયા બાદ વીઓસીનું સ્તર સૌથી ઊંચું હોય છે, એટલું જ નહીં,  તે ઘણા વર્ષ સુધી બહાર ઝરતું રહે છે. વાસ્તવમાં પેઇન્ટ થયાના પ્રથમ વર્ષમાં ફક્ત પચાસ ટકા વીઓસી જ રિલીઝ થતું હોય છે.

સાંભળવામાં ચોક્કસપણે આ ડરામણું લાગે એવું છે, પણ નેરોલેક પાસે તેનો ઉકેલ છે. વર્ષ ૨૦૧૧માં નેરોલેક આ ક્ષેત્રમાં પહેલ કરી અને પોતાની પ્રીમિયમ ઇન્ટિરિયર અને એક્સ્ટિરિયર ઈમલ્સન્સની સંપૂર્ણ શ્રેણીને લગભગ શૂન્ય વીઓસીની બનાવી. આની સાથે પોતાની લોકપ્રિય ઇન્ટિરિયર અને એક્સ્ટિરિયર ઇમલ્સન શ્રેણીને પણ ઓછાં વીઓસી સાથે રજૂ કરી. ભારતમાં આ પ્રકારનું પગલું લેનારી નેરોલેક સૌપ્રથમ કંપની છે. વીઓસીનું અત્યંત નીચું પ્રમાણ ધરાવતા નેરોલેકના પેઇન્ટ્સ ઘરમાં વપરાશ માટે સુરક્ષિત છે અને તે હૅલ્ધી હૉમની ફિલસૂફીને અનુરૂપ છે.

NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો