ટેક્નિકલ સેવાઓ

અંતિમ ઉપયોગકર્તાના સ્તરે ઉત્પાદનોની કડાકૂટ વિહોણી કામગીરીની વધતી જતી જરૂરિયાત મુજબ, કાન્સાઈ નેરોલેક મુંબઈના લોઅર પરેલ ખાતે પોતાની સેન્ટ્રલ સર્વિસ ટેક્નૉલૉજી લેબોરેટરીમાં પ્રતિષ્ઠિત ટેકનિકલ સર્વિસ ટીમ ધરાવે છે. બાવલ, લોટે અને હોસુર ખાતે સેટેલાઇટ ટેકનિકલ સર્વિસ લૅબોરેટરીઝની સ્થાપના કરી છે. ઉત્પાદન શ્રેણીઓને આધાર આપવા માટે ટેકનિકલ સર્વિસ ટીમના 135 કરતાં વધુ સભ્યો મહત્ત્વના ગ્રાહક કેન્દ્રો પર હાજર છે

મુંબઈની સેન્ટ્રલ ટેકનિકલ સર્વિસ લૅબોરેટરીને ભારત સરકારે સ્વીકૃતિ આપી છે. આ વિજ્ઞાન અને ટેક્નૉલૉજી વિભાગ આધુનિક કૉમ્પ્યુટર આધારિત પરિક્ષણ ઉપકરણોથી સજ્જ છે.  

મૂલ્ય વર્ધન/ વૅલ્યુ એન્જિનિયરિંગની પ્રવૃત્તિઓ

કાન્સાઈ નેરોલેક ગ્રાહકોના સહયોગથી ખર્ચ અને વપરાશમાં ઘટાડો, ઊર્જામાં બચત, સુરક્ષા અને પર્યાવરણનું સંરક્ષણ વગેરે જેવા ક્ષેત્રોમાં વિવિધ વીએ/વીઈ ગતિવિધિઓ હાથ ધરે છે, જેના પરિણામે ઈષ્ટતમ પેઈન્ટિંગ ઉકેલો પૂરા પાડવાનો હેતુ પાર પડે છે. કંપનીએ તમામ કર્મચારીઓ માટે કેઈઝેન અને 5એસનું પાલન કરવું આ બાબતને ફરજિયાત નીતિ તરીકે અપનાવી છે.

NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો